Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મેંદરડાના રાજેસર ગામની સગીર યુવતિનું અપહરણ

 જુનાગઢ તા.૩૦: મેંદરડાના રાજેસર ગામની સગીર યુવતિનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

મેદરડા તાલુકાના રાજેસર ગામે રહેતા પરિવારની ૧૫ વર્ષની સગીર વયની પુત્રીને ગત તા.૨૫ના રોજ બપોરના સમયે અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવીને ભગાવી ગયો હતો.

આ અંગે સગીરાના પિતાએ ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ઇસમ અને સગીરાની શોધખોળ હાથ ધરી છે.

(12:03 pm IST)