Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માળીયા મિયાણાના મોટા દહીસરામાં સાડા અગીયાર ઇંચ વરસાદ

રાજકોટ તા ૩૦  : મોરબી જીલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરામાં સાડા અગીયાર ઇંચ વરસાદ પડયો હોવાનું ''અકિલા'' ને વિરભાનુ આહીરે જણાવ્યું હતું.

સતત વરસાદના કારણે બે તળાવ ભરાઇ ગયા છે. નવલખી બંદર પાસેના મોટા દહીસરા ગામે ભારે વરસાદ પડતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

(12:03 pm IST)