Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

૨૪ કલાક મેઘરાજાનું જોર રહેશેઃ કાલથી ઘટશે

કચ્છના અખાતવાળુ વેલમાર્ક લોપ્રેસર ઉત્તર સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાત ઉપર સ્થિરઃ આજે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વધુ શકયતા, એકાદ બે સ્થળોએ ભારે વરસાદ પડી શકેઃ કાલે છુટા છવાયા સ્થળોએ અને બુધવારથી ઉઘાડ નિકળશે

રાજકોટ,તા.૩૦: બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ મજબૂત બની ગઈકાલે વેલમાર્ક લોપ્રેસરમાં પરીવર્તીત થઈ અખાત ઉપર હતું જે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર ઉપર છે. જેની અસર આજનો દિવસ રહેશે. ૨૪ કલાક વરસાદનું જોર રહેશે. આવતીકાલથી અસર ઘટવા લાગશે. કાલે છુટાછવાયા સ્થળોએ ઝાપટા વરસશે. બુધવારથી ઉઘાડ નિકળવાની સંભાવના છે.

હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે લોપ્રેસર મજબૂત બની વેલમાર્ક લોપ્રેસરમાં છવાયેલ. જે ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તરફ છે. જેની અસર આજનો દિવસ રહેશે. આજે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં વરસાદ પડશે. એકાદ બે જગ્યાએ ભારે વરસાદની શકયતા છે. આવતીકાલથી જોર ઘટી જશે. છુટાછવાયા સ્થળોએ ઝાપટા પડશે. જયારે આવતા બુધવારથી વાતાવરણ ચોખ્ખુ બની જશે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગત શનિવાર મોડીરાતથી વરસાદ શરૂ થઈ ગયો હતો. જે ગઈકાલે રવિવારે આખો દિવસ ચાલુ રહયો હતો. હવામાન ખાતામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ ૫૧ ઈંચ થઈ ગયો છે.

(12:01 pm IST)