Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટના ભાદર સહિત સૌરાષ્ટ્રના ૭ જીલ્લાના ૭૩ ડેમો ઓવરફલોઃ ચારે બાજુ લીલોતરી

ભાદર-મચ્છુ-૧-મચ્છુ-ર-આજી-ન્યારી બધા છલોછલઃ સેંકડો ગામોને અપાતી ચેતવણી

રાજકોટ તા. ૩૦ :.. હાથીયો નક્ષત્ર... પાછોતરી મેઘસવારીને કારણે, રાજકોટ જીલ્લાનો ભાદર-મોરબીના મચ્છુ-૧, મચ્છુ-ર, ઉપરાંત રાજકોટના આજી-ન્યારી સહિત સૌરાષ્ટ્રના ૭ જીલ્લાના ૭૩ થી વધુ ફરી ઓવરફલો થયાનું અને ચારે બાજુ લીલોતરી છવાયાનું સિંચાઇ ખાતાના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતું કે મોટા ભાગના ડેમો છલકાઇ ગયા છે, હાલ ઓવરફલો થઇ રહ્યા છે, રાજકોટ-મોરબી-જામનગર-દ્વારકા- સુરેન્દ્રનગર-પોરબંદર-અમરેલીના ૭૩ ડેમો હાલ છલોછલ કે ઓવરફલો થઇ રહ્યા હોય, નીચાણવાળા વિસ્તારના સેંકડો ગામોને ચેતવણી અપાઇ છે.

જે ડેમો છલોછલ છે તેની યાદી જોઇએ તો.

રાજકોટ જીલ્લો

ભાદર, મોજ, ફોફળ, વેર્ણુ-ર, આજી-૧, આજી-ર, આજી-૩, સોડવદર, સુરવો, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-ર, મોતીસર, ફાડદંગ બેટી, ખોડાપીપર, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-ર, ઇશ્વરીયા, કરમાળ, ભાદર-ર, કર્ણુકી.

મોરબી જીલ્લો

મચ્છુ-૧, મચ્છુ-ર, ડેમી-૧, ડેમી-ર, ઘોડા ધ્રોઇ, બ્રાહ્મણી, મચ્છુ-૩, ડેમી.-૩.

જામનગર જીલ્લો

સસોઇ, પન્ના, ફુલઝર-૧, સપડા, ફુલઝર-ર, વિજરખી, ડાઇમીણસર, ફોફળ, ઉંડ-૩, આજી-૪, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-ર, વાડીસંગ, ફલઝર (કો.બા.), રૂપાવટી, રૂપારેલ.

દ્વારકા જીલ્લો

ઘી, વર્તુ-૧, ગઢકી, વર્તુ-ર, સોનમતી, શેઢાભાડથરી, વેરાડી-૧, સીંધણી, કાબરકા, વેરાડી-ર, મીણસાર.

સુરેન્દ્રનગર જીલ્લો

વઢવાણ ભોગાવો-૧ (નાયકા), વઢવાણ ભોગાવો-ર. (ધોળીધજા), લીંબડી ભોગાવો-૧, ફલકૂ, વાંસલ, મોરસલ, સબૂરી, ત્રિવેણી ઠાંગા, લીંબડી ભોગાવો-ર (વડોદ), નિંભણી,  ધારી.

પોરબંદર જીલ્લો

સોરઠી...

અમરેલી જિલ્લો

સાંકરોલી 

(12:00 pm IST)