Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉના દરિયામાં લાપત્તા ૪ ખલાસીઓની શોધખોળ

૩ ખલાસીઓ હેમખેમ પરતઃ બોટ ડૂબી જતા લાકડાના સહારે કાંઠે પહોચ્યા

ઉના તા.૩૦ : ઉના નવા બંદરની બોટની મધ દરિયામાં જળ સમાધિ બાદ ૩ ખલાસીઓ એક લાકડાના સહારે હેમખેમ પરત આવી ગયેલ છે બાકીના ૪ ખલાસીઓની શોધખોળ ચાલી રહી છ.ે

નવાબંદરથી ર૦ નોટીકલ માઇલ નવાબંદર પરત ફરી રેલ બચીબેન ભગાભાઇ બાંભણીયાની માલીકીની ''અંબિકા પ્રસાદ'' (લા.નં. જીજે૧૧ એમ.એમ.પ૮૦૩) બોટ મધદરિયે ડૂબી જતા ૭ ખલાસીઓ સાથે લાપત્તા થયેલ છે. જેમાંથી ૩ ખલાસી સહીસલામત મળી આવેલ છે બકીના ૪ ખલાસીઓ લાપત્તા છે. જે કોઇને ભાળ મળે તેન ેબંદર પર પરત લઇ આવવા દરેક બંદરોમાં જાણ કરાઇ છે.

લાપતા ખલાસીઓનોમાં (૧) ભાવેશભાઇ ભીમાભાઇ બાંભણીયા ઉ.૧૭ રહેવાસી-નવાબંદર, (ર) સુનીલભાઇ ભીમાભાઇ બાંભણીયા ઉ.૧૮ વર્ષ રહેવાસી -નવાબંદર (૩) સામત જીવાભાઇ મજીઠીયા ઉ.૪૦ રહેવાસી-કાળાપણ તથા (૪) કાન્તી જીવાભાઇ બાંભણીયા ઉ.રર રહેવાસી નવાબંદરનો સમાવેશ થાય છે.

(11:40 am IST)