Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ગારિયાધારમાંથી કતલખાને જતું વાહન ઝડપાયું : પોલીસે ૭ ગાયોને બચાવી લીધી: ત્રણની અટકાયત

ગારિયાધાર : ગારીયાધારમાંથી કતલખાને જતું વાહન ઝડપાયું છે ગારિયાધાર પોલીસે સાત ગાયોને બચાવી લીધી છે

  ગારિયાધાર પોલિસ શહેરી વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે પશુ ભરેલ વાહનને પોલિસ દ્વારા જડપી લઈને પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગારિયાધાર શહેરી વિસ્તારમાં પસાર થતા વાહન નં.GJ 15 XX 5049. ગારિયાધાર પોલિસે રોકી કુર્તાપૂર્વક બાંધેલી ગાયો ને છોડાવી હતી

 ગારિયાધાર પોલિસ દ્વારા  જયેશભાઈ નારાયણભાઈ મકવાણા જીગ્નેશભાઈ જોરુભાઈ ઝાપડિયા અને  ભલાભાઈ હામાંભાઈ માગુંડા વિરુધ ફરિયાદ નોંધાવતાં પોલિસે પશુ સંરક્ષણ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

(9:30 pm IST)