Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સૌરાષ્ટ્ર સ્વનિર્ભર ખેડુત ઉત્પાદક કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

જસદણ બાબરા અને વિછીયા તાલુકામાં 800 સભાસદોએ ભાગ લીધો : 25 ગામના લોકો ઉપસ્થિત રહ્યાં

જસદણ બાબરા અને વિછીયા તાલુકામાં ખેડૂતો દ્વારા બનેલ ખેડૂતો દ્વારા સંચાલિત અને ખેડૂતો માટે કાર્યરત ખેડૂતોની કંપનીના સભાસદોની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી

 સૌરાષ્ટ્ર સ્વનિર્ભર ખેડૂત પ્રોડીસર કંપની, જસદણની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં આ કંપનીના લગભગ ૮૦૦ સભાસદો એ ભાગ લીધો. આ વાર્ષિક સભામાં ખેડૂત કંપનીના ચેરમેન મગનભાઈ દ્વારા ખેડૂત કંપની દ્વારા હાલ સુધી થયેલ કામગીરી વિશેની વિસ્તૃત માહિતી આપી હતી

  સુખપુર ગામના સરપંચ અને કંપનીના આગેવાન ગોરધનભાઈ દ્વારા ખેડૂત કંપનીથી થયેલ લાભ વિશે વાત કરવામાં આવી. ઉપરાંત કંપની અન્ય ડિરેક્ટર ચંદુભાઈ દ્વારા કંપની માં વધુમાં વધુ સભાસદો જાગૃત થાય તે બાબતે કામગીરી કરવાનું સૂચન કર્યું.હતું  અંતે ખેડૂત કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કંપનીના આગામી સમયના આયોજન વિશે વાત કરવામાં આવી જેમાં મગફળી ખરીદી કરી, તેલ કાઢી બજારમાં વેચી ૧૦ કરોડ રૂપિયાનું ટરનઓવર કરવાનું જણાવ્યું તથા કંપની દ્વારા અગ્રો સેંટર નો વ્યાપ વધારી ૧૦૦ ટકા ખેડૂતોને લાભ થાય તે બાબતે સમજાવ્યું હતું કંપનીના સીઈઓ દ્વારા કંપનીનો ગયા વર્ષનો હિસાબ પત્રક રજૂ કરવામાં આવ્યું  હતું જેમાં બતાવવામાં આવ્યું કે ગયા વર્ષે કંપની દ્વારા પાંચ લાખનો નફો કરેલ છે.

  આ વાર્ષિક સાધારણ સભામાં ડેપ્યુટી મામલદાર , પોલીસીન ઇરીગેશન કંપનીમાં અશ્વિનભાઈ અને ગરડા કેમિકલ કંપનીમાંથી  ભાવેશભાઈ દ્વારા હાજરી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ચાલુ વર્ષે કંપની જસદણ અને વીંછિયા વિસ્તાર માં નવી ખેડૂત કંપની બનાવવાના જાઇ રહેલ છે જેથી આજુબાજુ ના પચીસ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ.

(10:23 pm IST)