Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કોટડા નાયાણીમાં પોસ્ટમેન પ્રદ્યુમનસિંહ જાડેજાનું વાડીએ વિજકરંટ લાગતાં મોત

રાજકોટમાં દમ તોડ્યોઃ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૩૦: કોટડા નાયાણીમાં રહેતાં અને પીપળીયા જાળીયા ગામે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં પ્રદ્યુમનસિંહ લધુભા જાડેજા (ઉ.વ. ૪૪)નું વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ પ્રદ્યુમનસિંહ જાડેજા સાંજે સાતેક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતાં બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી વાંકાનેર પોલીસને મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર પ્રદ્યુમનસિંહ પોસ્ટમેન તરીકે નોકરી કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પુત્રી ધોરણ-૧૨માં અને બેપ ુત્રો ૧૦મા તથા ૮મા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકના પિત્રાઇ ભાઇ દશરથસિંહ જીલુભા જાડેજા રાજકોટના નિવૃત એએસઆઇ છે અને ભત્રીજા યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવે છે. 

(3:57 pm IST)