Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

માલીયાસણ પાસેથી અશ્વીન ઉર્ફે નાગરાજ દારૂની ૧૧ બોટલ સાથે પકડાયો

રાજકોટ તા. ૩૦ : કુવાડવા રોડ પર માલીયાસણ ચોકડી પાસેથી કુવાડવા પોલસે કોળી શખ્સને દારૂની ૧૧ બોટલ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.આર. મોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.કે.ઝાલા એએસઆઇ આર.કે. ડાંગર, હિતેશભાઇ માલકીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સીરાજભાઇ ચાનીયા, મનીષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા તથા મહેન્દ્રભાઇ ગોવાણી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કૃષ્ણદેવસિંહ, હિતેશભાઇ તથા સીરાઝભાઇને મળેલ બાતમીના આધારે માલીયાસણ ચોકડી પાસેથી  જીજે.૩ એચબી-ર૪૩૯ નંબરના બાઇક પર પસાર થતા અશ્વીન ઉર્ફે નાગરજ માવજીભાઇ સરીયા (ઉ.૧૯) (રહે. માલીયાસણ ચોકડી પાસે વાડીમા) ને રૂ.૧૧૦૦ ની કિંમતની દારૂની ૧૧ બોટલ તથા મોટર સાયકલ મળી રૂ.૩૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૬.૧૭)

(3:54 pm IST)