Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સિહોરના સુરકા ગામે કેશુ ભગતના આમરણાંત ઉપવાસ :150થી વધુ લોકોના પ્રતીક ધરણા

પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ: મહિલાઓએ થાળી નાદ કરીને સમર્થન આપ્યુ

ભાવનગરના શિહોર ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ શરૂ થયા છે. શિહોરના સુરકા ગામે અચોક્કસ ઉપવાસ છાવણી શરૂ થઈ છે. અનામન આંદોલનના એપિસેન્ટર  ગણાતા સુરકા ગામે ૧૫૦ થી વધુ લોકો પ્રતિક ધરણાં પર બેઠા છે. જેથી પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યુ છે. શિહોરના સુરકા ગામે કેશુ ભગત નામના વ્યક્તિએ અમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. અને મહિલાઓએ થાળી નાદ કરીને સમર્થન આપ્યુ છે.

(2:37 pm IST)