Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલજીને શ્રધ્ધાંજલી સ્વરૂપે

ભાવનગરમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમો રદ

દર વર્ષે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા રંગારંગ કાર્યક્રમો લોકડાયરો-સંગીત સંધ્યા સહીતનાં કાર્યક્રમો યોજાય છેઃ આ વખતે તમામ રદ

ભાવનગર, તા.૩૦: દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અને ભારત રત્ન એવા શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયજીના દુઃખદ નિધનને કારણે સમગ્ર દેશ શોકમાં ડુબેલો છે. ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી અને લાઇટ માઇક એશોસીએશન પ્રેરિત ભાવેણાના સાતમ-આઠમના તમામ મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે.

ભાવેણા ખાતે દર વર્ષની પરંપરા મુજબ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી અને લાઇટ માઇક એશોસીએશન દ્વારા ભાવેણામા છઠ-સાતમ-આઠમના ત્રણ દિવસ દરમિયાન ભાવનગરની જનતા માટે પ્રતિવર્ષ મનોરંજનના કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે પણ ભાવેણા ખાતે છઠના દિવસે સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલનો લોકસંગીતનો કાર્યક્રમ તેમજ સાતમના દિવસે યોજાયેલ ભવ્ય લોક ડાયરો અને જન્માષ્ટમીના દિવસે બોરતળાવ અને કુંભારવાડા ખાતેનો બાળ મેળો તેમજ જન્માષ્ટમી નિમિતે ભાવેણાને ઘેલું લગાડનારા મુંબઇના સુપ્રસિદ્ધ ગોવિંદાઓ દ્વારા કરવામાં આવતો મટકીફોડ/દહીંહાંડી કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. પરંતુ દેશના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અને ભારત રત્ન એવા શ્રધ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયજીના દુઃખદ નિધનને કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબેલો છે. ત્યારે તેઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ  તમામ કાર્યકમો રદ કરવામાં આવેલ છે.(૨૨.૬)

(12:01 pm IST)