Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પ્રેમીકા ઝરીનાને પામવા કાકાઇ ભાઇની હત્યા કરનાર લતીફ પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યા બાદ ભુજમાંથી ઝડપાયો

ભુજ તા. ૩૦ : ગુન્હેગાર ગમે તેટલો ખુંખાર અને ચપળ હોય અંતે તેની દોડ હમેંશા ચોક્કસ જગ્યાએ આવી અટકી જાય છે. અને આવુજ થયુ લતીફ નૂરમામદ કકલ ના કિસ્સામાં. લતીફ કોઠારા પોલિસ પર હુમલો કરી ભાગ્યો તો ખરો પરંતુ અંતે ૩ દિવસની દોડ બાદ તે થાકી ગયો અને પોલિસે ૭ કિ.મી સુધી દોડી તેને ઝડપી પાડ્યો હતો. જો કે ત્રણ દિવસ સુધી પોલિસે તેને દિવસ રાત શોધ્યો અને ભુજ ના ડુંગરાળ વિસ્તારમાં જદુરા ની સીમ માં થી પોલીસના હાથે ઝડપાઇ ગયો. અગાઉ પણ લતીફ અનેક ગુન્હાઓને અંજામ આપી પોલિસને દોડાવતો રહ્યો છે.ઙ્ગ

મૂળ ભચાઉ ના લતીફ નૂરમામદ કકલ ઉપર પૂર્વ અને પશ્યિમ કચ્છ બન્ને પોલીસ જિલ્લા માં ગુનાઓ નોંધાયા છે. ગાંધીધામ માં પોલીસ થી છુપાવવા માટે કાકાઈ ભાઈ ના ઘેર આશરો લેનાર લતીફ ની આંખ ભાઈ ની પત્ની ઝરીના સાથે મળી ગઈ તો તેણે ઝરીના ને પામવા કાકાઈ ભાઈની હત્યા કરી નાખી, આ ઉપરાંત લતીફ સામે મુન્દ્રા માં ચોરી, માંડવી માં મારામારી, સામખીયાળી માં હથીયાર ધારા હેઠળ ખૂન નો પ્રયાસ અને ભચાઉ માં પોલીસ ઉપર હુમલો કરવાના ગુના લતીફ ઉપર છે.પરંતુ પશ્ર્ચિમ કચ્છ પોલિસે સયુકત ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડ્યો જેમાં ભુજ લ્બ્ઞ્,ન્ઘ્ગ્ ના ઝાંબાજ જવાનો કાર્યવાહીમાં જોડાયા હતા.ઙ્ગ

લતીફના ખીચામાં ૧૦૦ રૂપીયા  હતા પોલિસને કહ્યુ જમાડો સાહેબ

આમતો લતીફ પકડાયો અને તેના ગુન્હાહીત ઇતિહાસથી તો સૌ કોઇ વાકેફ છે. પરંતુ ખુંખાર આરોપીનુ પણ પેટ તો જવાબ આપે જ ને... લતીફ પોલિસ પર હુમલો કરી ભાગ્યો તો ખરો પરંતુ જયારે તે ભાગ્યો ત્યારે તેના ખીંચામાં માત્ર ૧૦૦ રૂપીયા હતા. અબડાસાથી પગેપગે તે નિકળ્યો એક સ્થળે તે ટ્રકમા બેઠો અને ભુજના જદુરા સુધી પહોંચ્યો જો કે ત્રણ દિવસ સુધી લતીફ ખાલી પેટજ પોલિસથી ભાગતો રહ્યો.. તેથી જયારે પોલિસે તેને ઝડપ્યો અને પોલિસ સ્ટેશન લવાયો ત્યારે તેને કહ્યુ સાહેબ ભુખ લાગી છે. કાઇક જમવાનુ તો આપો....

ખુંખાર ગુન્હેગાર લતીફ  ધોડેસવારીનો શોખીન હતો

લતીફનો ગુન્હાખોરીનો ઇતિહાસ તો જાણીતો છે. પરંતુ લતીફ ધોડેસવારીનો પણ શોખીન હતો ધંગ્ર નજીક યોજાયેલી પશુદોડમાં તેને પોતાના અશ્ર સાથે સ્પર્ધામાં ભાગ લઇ પહેલો નંબર મેળવ્યો હતો. પરંતુ ધોડાને કાબુમાં રાખનાર લતીફ પોતે ગુન્હાખોરીમાં બે લગામ બન્યો હતો. જો કે હવે તેની પકડ પોલિસના હાથમાં આવી છે. અને હવે પછી તે બે લગામ નહી બને તે નક્કી છે.ઙ્ગ

પુર્વ કચ્છમાં અનેક ગુન્હાઓને અંજામ આપી ફરાર લતીફને એમજ હતુ કે પોલિસ તેને પકડી નહી શકે. લતીફનો કિસ્સો તેની જેમ જ ગુન્હેગારીની દુનીયામાં દોડ લગાવતા અપરાધીઓ માટે શીખ બરાબર છે. કેમકે ગુન્હેગાર ગમે તેટલુ દોડશે પરંતુ અંતે કાયદાના સંકજામાં તેને આવવુ જ પડશે ભલે એક સમયે તે બે ડગલા પોલિસથી આગળ નિકળશે પરંતુ અંતમાં ફરી તેને પોલિસની ગીરફતમાં આવવુજ પડશે.(૨૧.૧૨)

(10:58 am IST)