Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીના ભાજપ અગ્રણી ચંદુભાઈ હુંબલને જામનગર શહેર કિસાન મોરચાના પ્રભારીની જવાબદારી

મોરબી : પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની સુચના મુજબ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદુભાઈ હુંબલને જામનગર શહેર કિસાન મોરચાના પ્રભારીની જવાબદારી સોપવામાં આવી છે

મોરબી ભાજપના અગ્રણી ચંદુભાઈ હુંબલને જામનગર જિલ્લાની જવાબદારી મળવા બદલ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા અને ઉપપ્રમુખ નિર્મળભાઈ જારિયા દ્વારા ચંદુભાઈ હુંબલનું સન્માન કરાયું હતું તો આ તકે મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ પણ ચંદુભાઈ હુંબલને અભિનંદન પાઠવ્યા છે

(6:35 pm IST)