Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીનાં પીપળી બેલા રોડ પર સિરામિક ફેકટરીમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત નીપજ્યું

મૂર્તદેહને પી.એમ.માટે હોસ્પીટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મોરબીના પીપળી બેલા રોડ પર સિરામિક ફેકટરીમાં ઓરડીમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત નીપજતા મૂર્તદેહને પી.એમ.માટે હોસ્પીટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના પીપળી બેલા રોડ પર આવેલ લીઝા સિરામિક ફેક્ટરીની લેબર ઓરડીમાં રહેતા નીલેશ બાબુલાલ પાઠક( ઉ.વ.૩૮ )નું કોઈ અગમ્ય કારણોસર મોત નીપજતા તેના મૂર્તદેહ ને પી.એમ.માટે હોસ્પીટલમાં ખસેડાયા હતો આ આગે તાલુકા પોલીસે નોધ કરી એની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા ચલાવી રહય છે.

(6:24 pm IST)