Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા સખીમંડળમાં ઉપપ્રમુખ મહિલાના ઘરમાંથી તસ્કરો રૂપિયા એક લાખ એક હજાર નો મૂદામાલ ચોરી કરી ગયા : પોલીસે આ અંગે ગુન્હો નોંધયો

કિશોરભાઈ રાઠોડ દ્વારા, ધોરાજી : ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા  સખીમંડળમાં ઉપપ્રમુખ મહિલાના ઘરમાંથી તસ્કરો રૂપિયા એક લાખ એક હજાર નો મૂદામાલ ચોરી કરી ગયા ની ફરિયાદ નોધાઈ છે પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે

પોલીસ મથકે ફરિયાદી એ નોધાવેલ ફરિયાદ માં જણાવ્યું છે
ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં વણકરવાસમાં નાગનાથ મહાદેવના મંદિર પાસે રહેતા કંચનબેન આલાભાઇ ચૌહાણ(ઉ.વ ૪૮) નામના મહિલાએ પોતાના મકાનમાં થયેલી ચોરી અંગે ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલા પોતે સિલાઈ કામ કરી તથા બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.તથા ધોરાજી નગર પાલિકામાં સખી મંડળમાં ઉપપ્રમુખની જવાબદારી નિભાવે છે. તેઓ રાત્રીના પોતાના ઘરને તાળુ મારી નજીકમાં જ રહેતા ભાઈના ઘરે સુવા માટે ગયા હતા. સવારે છ વાગ્યે ઘરે પરત ફરતાં દરવાજો ખુલ્લો હોય અને તાળું ગટરમાં પડયું હોવાથી કંઇક અજુગતુ બન્યાની શંકાએ ઘરમાં તપાસ કરતાં મકાનમાંથી રૂપિયા ૮૯,૯૦૦ની કિંમતના સોનાના દાગીના તથા હલવાઈમાં રાખેલ રૂપિયા ૧૦૦૦ની ચિલ્લર અને પર્સમાં રાખેલા ૧૧૦૪૦ ની રોકડ સહિત રૂ ૧,૦૧,૯૪૦ ની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ મકાનમાંથી બેંકનું એટીએમ કાર્ડ, પાસબુક,પાનકાર્ડ ચૂંટણીકાર્ડ પણ તસ્કરો ચોરી કરી ગયા હતા. મહિલાની ફરિયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી મકાનમાં હાથફેરો કરનાર તસ્કરોના સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.

(5:49 pm IST)