Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીમાં સબ જેલમાં કેદીઓને પ્રથમ અને બીજો ડોઝ

મોરબી : કોરોના મહામારીને ધ્યાને રાખીને મોરબીની સબ જેલમાં રહેલા કેદીઓને રસીના ડોઝ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.મોરબી સબ જેલના અધિક્ષક એલ વી પરમાર અને સુબેદાર પી એમ ચાવડા અને એ આર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબીની સબ જેલમાં આજે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અગાઉ બાકી રહેલા ૫૮ કેદીઓને પ્રથમ ડોઝ અને ૯૦ કેદીઓને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો કુલ ૧૪૮ કેદીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.

(1:16 pm IST)