Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબી ટ્રેકટરનું ટાયર બદલતી વેળાએ ટ્રકે ઠોકર મારતા એકનું મોત, બે ઘાયલ

ચાંચાપરના ખેત મજૂર યુવાન, વાવડીના આધેડનો ફાંસો ખાઇ આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૩૦ : તાલુકાના પ્રેમજીનગર ગામ પાસે ટ્રેકટરમાં પંચર પડતા ટાયર બદલતી વેળાએ ટ્રક ચાલકે હડફેટે લેતા એક વ્યકિતનું મોત થયું હતું. અને અન્ય બે વ્યકિતઓને ઇજા થઇ હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો.

 માહિતી મુજબ હાઇવે રોડ પર ફરીયાદી બટુકભાઈ ગાંડુભાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ, તેની સાથે વિજયભાઇ અને ટ્રેકટરનો ડ્રાઈવર ટ્રેકટર લઈ પસાર થતાં હતાં. ત્યારે ટ્રેકટરના આગળના વ્હીલમાં પંકચર થતાં તેઓ ત્રણેય રીપેરીંગ કરતા હતા. આ દરમિયાન ટ્રક નંબર MH-23-AV-5222નો ચાલક પોતાનો ટ્રક બેદરકારીથી ચલાવી ટ્રક ટ્રેકટરની ટ્રોલી સાથે ભટકાડી દીધો હતો.

આથી, ચંદ્રકાંતભાઈને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય બે વ્યકિતઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક સ્થળ પર પડતો મૂકી નાસી ગયો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંચાપર ગામે આવેલ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતા પિન્ટુભાઈ હરમાભાઈ છપનિયા (ઉ.વ..૨૨) નામના યુવાને ચાંચાપર ગામથી રામેશ્વર રોડ પરના વિસ્તારમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું .બાદમાં યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મોરબીમાં બાથરૂમમાં ન્હાવા  જતા પડી જતા વૃદ્ધનું મોત

 ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ બચુભાઈ ગોહેલ (ઉ.૬૦) ગત તા. ૨૮ ના રોજ સાંજના સુમારે બાથરૂમમાં ન્હાવા જતા પડી જતા તેનુ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાવડી રોડ શ્રદ્દ્ધા પાર્કમાં રહેતા દિનેશભાઈ મોહનભાઈ સતવારા (ઉ.૫૦) એ ગત તા. ૨૮ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે તો મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીમાં હોસ્પિટલ સામે પરિણીતાએ દવા પીધી

ઇન્દીરાનગરમાં રહેતી શીતલબેન કિશનભાઈ સાવરિયા (ઉ.૨૦) ગત તા. ૨૭ ના રોજ સામાકાંઠે સિદ્ધિ વિનાયક હોસ્પિટલ સામે ખળ મારવાની દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો ધટના અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ શીતલબેનના લગ્નને ચાર માસ જેટલો સમય થયો હોવાની માહિતી -ાથમિક માહિતી મળી છે.

મોરબીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

વિસીપરા સ્મશાન રોડ પર ખડીયાપરામાં જાહેરમાં જુગાર રમતા દિલીપભાઈ શીવાભાઈ સાલાણી, બેચરભાઈ સોમાભાઈ જંજવાડીયા અને ગોપાલભાઈ પ્રભુભાઈ કગથરાને રોકડ રકમ રૂ.૧૫૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 pm IST)