Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ગાંજાનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય

રાજકોટ : પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ હોય જે અનુશંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલનાઓના એસ.ઓ.જી બ્રાંચના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે દુર્લભજીભાઇ ઉર્ફે દુલ્લો નાનજીભાઇ બેરાણી જાતે કોળી (રહે. કરમાળ કોટડા ગામ તા.ગોંડલ )વાળો પોતે કરમાળ કોટડા ગામની સીમ કામનાથ મહાદેવ મંદીરની પાછળ ભાગીયુ વાવવા રાખેલ કબ્જા ભોગવટાવાળી વાડીએથી માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે

 આ બાતમીના આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા માદક પદાર્થ સુકા ગાંજાનો જથ્થો ૬૦૦ ગ્રામ તથા ગાંજાના છોડની લીલી ડાળીઓ ૪૪૦ ગ્રામ જેની કુલ કિ.રૂ.૬,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરી આટકોટ પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી દુર્લભજીભાઇ ઉર્ફે દુલ્લો નાનજીભાઇ બેરાણી જાતે કોળી (ઉવ.૫૫) (રહે. કરમાળ કોટડા ગામ તા.ગોંડલ જી.રાજકોટ) આરોપી ૧૫ વર્ષ પહેલા કોટડા સાંગાણી પો.સ્ટેમાં એન.ડી.પી.એસ કેસમાં પકડાયેલ છે.

આરોપી પાસેથી  માદક પદાર્થ ગાંજાના છોડની લીલી ડાળીઓ જેનો વજન ૪૪૦ ગ્રામ જેની કિ.રૂ.૨૨૦૦, સુકવેલ ગાંજો ૬૦૦ ગ્રામ જેની કિ.રૂ.૪૨૦૦ ગણી કુલ કિ.રૂ.૬,૪૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે

તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ શ્રી એચ.ડી.હિંગરોજા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જડેજા તથા વિજયભાઇ ચાવડા તથા પો.હેડ કોન્સ.  જયવિરસિંહ રાણા તથા સંજયભાઇ નિરંજની તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત પો.કોન્સ રણજીતભાઇ ધાધલ તથા દિસાહીલભાઇ ખોખર જોડાયા હતા

(11:29 pm IST)