Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સોમનાથ મંદિર સંપૂર્ણ શ્રાવણમાં ખુલ્લું રાખવામાં આવશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય

અમદાવાદ,તા.૩૦ : ભારતમાં બાર જ્યોર્તિલિંગ માં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ના મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભથી દર્શનાર્થીઓ માટેનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ બપોરે ૧૨:૩૦ થી ૬:૩૦ તથા શનિ-રવિ-સોમ દર્શન માટેનો સમય ૧૩:૩૦ થી ૬:૩૦ અને સાંજે ૭:૩૦ થી રાત્રે ૯:૧૫ રખાયો હતો.પરંતુ વ્યવસ્થા જળવાય અને દર્શનાર્થીઓ પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં વધુ ને વધુ શણગાર દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે હવે શનિ-રવિ-સોમ નહીં સંપુર્ણ શ્રાવણ માસ આરતીના અડધા કલાક પહેલા અને પછીના સમય સિવાય સવારના ૬:૦૦ વાગ્યાથી દર્શન કરી શકશે. ઉપરાંત પહેલી ઓગસ્ટે અનલોક- જાહેર કરેલ છે.જેમાં રાત્રી કરફ્યું સંપૂર્ણ હટાવી દેવાયેલ છે.જે પણ દર્શનાર્થીઓ માટે સુલભ બનશે.શ્રાવણ માસ સંપૂર્ણ દર્શન સમયઃ- સવારના ૬:૦૦ થી ૬:૩૦,૭:૩૦ થી ૧૧:૩૦,બપોરે ૧૨:૩૦ થી ૬:૩૦,સાંજે ૭:૩૦ થી ૯:૧૫ રહેશે.

(10:06 pm IST)