Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

જેતપુરના પેઢલામાં જુગાર રમતા ૭ ઝડપાયા

એલ.સી.બી. પીઆઇ એમ.એન. રાણાની ટીમનો દરોડો

રાજકોટ, તા. ૩૦ : રૂરલ એસ.પી. બલરામ મીણા એ  પ્રોહી-જુગારની બદી નાબુદ કરવા સુચના આપતા એલસીબીના પીઆઇ એમ.એન.રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો. સબ.ઈન્સ. એચ.એમ. રાણા, પો. હેડ.કોન્સ. સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, તથા પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી, સહિત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ.કોન્સ. સંજયભાઈ પરમાર તથા દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર ને મળેલ હકિકત આધારે જેતપુર તાલુકા ના પેઢલા ગામે જાહેરમા જુગાર રમતા  (૧) જયદીપભાઈ અનીલભાઈ મકવાણા (ઉ.વ.૩૩), (૨) મહેશ ઉર્ફ દુડી રામજીભાઈ મકવાણા  (ઉ.વ,-૨૩), (૩) ભાવેશ ઉર્ફ ભયકો રવજીભાઈ મકવાણા (ઉ.વ.-૨૩), (૪) અજયભાઈ વીનુભાઈ મૂળીયા ઉ.વ, ર૧, (પ) વિક્રમભાઈ ચનાભાઈ કંડોરીયા (ઉ.વ.-૩૪), (૬) શૈલેષ ઉર્ફ શીલકો ગોકળભાઈ કંડોરીયા  (ઉ,વ.ર૪), (૭) પીયુશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ-૩૨) રહ- બધા પેઢલા ગામ તા. જેતપુર ને પકડી લઇ રૂ.સ રર૪૯૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. કબ્જે ફરેલ મુદ્દામાલમાં  ૬ રોકડ રૂપીયા રર,૪૯૦/- કબ્જે કર્યા છે. 

(3:08 pm IST)