Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

પોરબંદરમાંથી ગેરકાયદે 470 લીટર કેરોસીનના જથ્થા સાથે મુકેશ રાઈ કુંડલિયાની ધરપકડ

બેરલ કેરબા હેન્ડ પંપ તથા માપ્યા સહિતનો મુદામાલ જપ્ત

પોરબંદર પોલીસના પી આઈ કે આઈ જાડેજાની સૂચનાથી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પ્રેસિડન્ટ હોટલની નીચે કુળદેવી કૃપા ઓઇલ સેન્ટર નામની દુકાનમાં મુકેશ નટવરલાલ રાઈ કુંડલિયા પોરબંદર બંગડી બજાર શ્રીરામ માર્કેટ વાળી શેરીમાં પોતાની દુકાનમાં ગેરકાયદેસર કેરોસીન લીટલ 470 જેની કિંમત રૂ 30 ૫૫૦ તથા બેરલ કેરબા હેન્ડ પંપ તથા માપ્યા સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 32 430 સાથે સી.આર.પી.સી કલમ 102 મુજબ ધરપકડ કરવામાં આવી હતી 

આ કામગીરીમાં એસ.ઓ.જી ટીમ દ્વારા કરવામાં આવતા કેરોસીન ના કાળા બજાર કરતા કાળા બજારીયા ઓમાં ફફડાટ ફેલાયો છે

(8:49 am IST)