Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

મોરબી : નમૅદા કેનાલનું પાણી રોકાતા ૩ ધારાસભ્ય અને ૧૨ ગામનાં ખેડુતોના કલેકટર કચેરી એ ધરણા

ચરાડવા નજીક આળસ મૂકી દેવાતા ખેડૂતો પાણીથી વંચિત ;પાક નિષ્ફ્ળ જવાની ભીતિ

     ફોટો charadava

મોરબી :નર્મદાની કેનાલમાં ચરાડવા નજીક આડસ મૂકી દેવાતા ખેડૂતોને પાણી ન મળવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ પેદા થઇ છે.જેથી મોરબી-માળીયા અને હળવદના ધારાસભ્યોની આગેવાનીમાં સમલી,ચરાડવા,કડીયાણા, દેવપુર,વાંકડા,જિકીયારી, અંજીયાસર,નીચી માંડલ, ગોકુળિયા સહિતના ૧૨ ગામોના ખેડુતો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવીને કલેક્ટરને રજુઆત કરી હતી.

   ઉપરાંત મોરબી, ટંકારા અને હળવદના ત્રણેય ધારાસભ્યોની આગેવાનીમાં ૧૨ ગામના ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કર્યા હતા જ્યાં સુધી જિલ્લા કલેક્ટર ૨ દિવસમાં પાણી મળી જશે તેવી ખાતરી નહિ આપે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે તેમ જણાવાયું છે

  . જયારે માળીયા અને મોરબી પાસેની કેનાલમાં પોલીસ બંદોબસ્ત મુકવાની રજુઆત કલેક્ટરે સ્વીકારી લીધી છે. ઉપરાંત ચરાડવા પાસે પાણીની ચોરી કરતા ૫૦ થી વધુ સીરામીક કંપનીના ગેરકાયદે કનેકશન સાંજ સુધીમાં કાપવાનો જિલ્લા કલેક્ટરે આદેશ આપી દીધો છે.

(9:05 pm IST)