Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

નવાગઢ ચોકડી થી એક વર્ષ થી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી જેતપુર સીટી પોલીસ

જેતપુર : નવાગઢ ચોકડી થી એક વર્ષ થી નાસતો ફરતો આરોપીને  જેતપુર સીટી પોલીસ દ્વારા ઝડપી લેવાયો છે 

  રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણાની સુચના ના.પો. અઘિ. જે.એમ. ભરવાડના  માર્ગદશન હેઠળ નાસતા ફરતા આરોપીને પકડવા સુચના થતા  જેતપુર સીટી પી.આઈ એમ.એન.રાણા, PC મેહુલભાઈ બારોટ, સુમીતાબેન કંડોરીયા,દિવ્યેશભાઈ સુવા, HC અનીલભાઈ ગુજરાતીને હકિકત મળેલ કે જેતપુર સીટી પો.સ્ટે ૧૩૧/૨૦૧૭ IPC કલમ 363 , 366 પો.ક.સો એકટ ૫(એલ)૬ મુજબ ભોગબનાર તથા આરોપી છેલ્લા એક વર્ષ થી નાસતા ફરતા પરેશ જીતેન્દ્રભાઈ ડાભી જાતે.કોળી રે.જેતપુર વાળાને નવાગઢ ચોકડીને  અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ હતી

(2:11 pm IST)