Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

જુનાગઢઃ માધવ ક્રેડીટ કો.ઓ. સોસાયટીની સભા સંપન્ન

જુનાગઢઃ શ્રી માધવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. જુનાગઢ તથા શ્રી જય ગીરનાર ગ્રાહક સહકારી ભંડાર જુનાગઢની વાર્ષિક સાધારણ સભા ડો.ચેતનાબેન પાણેરી, બહાઉદીન કોલેજના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. અતિથિવિશેષ તરીકે નરેશભાઇ મહેતા, મદદનીશ માહિતી અધિકારી તથા મનસુખભાઇ વાજા, પ્રમુખ સત્યમ યુવક મંડળ ઉપસ્થિત રહેલ. સંસ્થાના ચેરમેન પી. બી.ઉનડકટ તથા ગીરીશભાઇ નથવાણીએ સભાસદોને સંસ્થાની જાણકારી આપેલ. તથા શશીવદનભાઇ જોષી, ઉપપ્રમુખએ સંસ્થાના કાર્યોની જાણકારી આપેલ. દિનેશભાઇ ભટ્ટ, જન. મેનેજરએ સંસ્થાના હીસાબોની જાણકારી આપેલ. આ કાર્યક્રમમાં ખુશ રૂપારેલીયા (કરાટે), મહેમુદભાઇ બેલીમ (સંગીત), ડો.પાર્થ ગણાત્રા (સમાજ સેવા), જયેન્દ્રસિંહ જાદવ (વિજ્ઞાન ટેકનોલોજી), શ્રીમીત સાજીદાબેન ખોખર (યોગ), બીપીનભાઇ જોષી (બાર જયોતિલીંગ મોટર સાયકલ યાત્રા તથા અરજણભાઇ ભાટુ (બાર જયોર્તિલીંગ મોટરસાયકલ યાત્રા)નું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવેલ તથા સભાસદના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલ. માધવ સોસાયટીના સભાસદોને ભેટ તથા પાંચ ટકા ડીવીડન્ડ આપવાનું જાહેર કરેલ.  કાર્યક્રમની શરૂઆત શ્રી એકલવેણાએ સ્વાગત ગીતથી કરેલ. ડો.ચેતનાબેન પાણેરી, અધ્યક્ષશ્રીએ આજ ના પરિવારની સમસ્યાઓ અને ઉકેલ વિશે ઉદ્દબોધન કરેલ. કાર્યક્રમનું સંચાલન જયેશભાઇ વોરાએ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ડીરેકટર્સ અને સ્ટાફએ જહેમત ઉઠાવેલ હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ) (૧૧.૭)

(12:18 pm IST)