Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

જૂનાગઢના નિવાસી અધિક કલેકટર પદેથી રાજકોટ બદલી થતાં પી.વી. અંતાણીને મહેસુલી કર્મચારીઓ દ્વારા વિદાયમાન

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની મહત્વની જગ્યા નિવાસી અધિક કલેકટર તરીકે સેવા આપતા પી.વી.અંતાણીની રાજકોટ ખાતે તાજેતરમાં બદલી થતાં કલેકટરશ્રી ડો. સૈારભ પારદ્યીની અધ્યક્ષતામાં બદલી વિદાયમાન ફેરવેલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કલેકટર ડો. સૈારભ પારદ્યીએ શ્રી અંતાણીને શ્રીફળ-સાકરનો પડો અર્પણ કરી શાલ દ્વારા બહુમાન કરી જણાવ્યુ હતુ કે શ્રી પી.વી.અંતાણીની કામગીરી સરાહનીય રહી છે. તેમનાં જવાથી એક સારા સાથીની ઉણપ વર્તાશે. સ્ટાફ પરિવાર અને આમ નાગરીકોમાં અનેરા સ્નેહની સુગંધ અંકીત કરનાર પી.વી.અંતાણી રાજકોટ ખાતેની ફરજ સ્થળે લોકચાહના પ્રાપ્ત કરે તેમ જણાવી કલેકટરે નિરામયી જીવનની શુભેચ્છા વ્યકત કરી હતી.આસીસ્ટન્ટ કલેકટર ગંગાસિંહે મહેસુલી કર્મચારીઓ વતી શ્રી અંતાણીને ભગવાન નટરાજની મુર્તિ સ્મૃતિભેટ અર્પણ કરી શુભેચ્છા વ્યકત કરી હતી. કેશોદનાં પ્રાંત અધિકારી રેખાબા સરવૈયાએ કાવ્યાત્મક શબ્દોમાં અંતાણી સાથેનાં સરકારી ફરજકાળનાં સ્મરણો તાજા કરી તેમની ફરજનિષ્ઠાને બીરદાવી હતી. જૂનાગઢ પ્રાંત અધિકારી જવલંત રાવલે શ્રી અંતાણીને મહેસુલી કર્મચારીઓ માટે પથદર્શક લેખાવી તેમની કાર્યકુશળતા, ફરનિષ્ઠા, સમયબધ્ધતા અને કર્તવ્યપરાયણતાની વહીવટીતંત્રનાં કર્મચારીઓ માટે પ્રેરણા પગથાર લેખાવી હતી. ચુંટણી વિભાગના નાયબ કલેકટરશ્રી સરવૈયાએ શ્રી પી.વી.અંતાણીની કામગીરીને બીરદાવી રાજકોટ ખાતે તેમની ફરજકાળ યાદગાર બની રહે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી. શ્રી અંતાણીએ મહેસુલી કર્મચારીઓની ફેરવેલ બેઠકનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે સુદીર્દ્ય નોકરી દરમ્યાન અનેક બદલી અને બઢતીથી દ્યણી જગ્યાએ કામ કરવાનો મોકો મળ્યો છે પણ જૂનાગઢની સેવા દરમ્યાન જૂનાગઢમાં નાગરિકો અને સાથી અધિકારીઓ, કર્મચારીઓનો સાથ અને સહયોગ અને પ્રેમ જે મળ્યો છે તે મારા માટે ખુબ જ યાદગાર છે. અહીંનાં લોકો માયાળુ અને ભાવુક છે મને જૂનાગઢ ગમે છે અહીંનાં નાગરિકોની સરકારી સેવાના ક્ષેત્રમા રહી જે સેવા કરવાની તક મળી તે માટે ભગવાન સોમનાથના આશિર્વાદ માનુ છુ તેમ શ્રી અંતાણીએ ઉમેર્યુ હતુ. જૂનાગઢમા નોકરી દરમ્યાન જે કાંઇ સારા કાર્યો કરવાની તક મળી અને તેનાથી જે યશને પાત્ર બન્યો તે સદ્યળો યશ મારા સાથી કર્મયોગીને ફાળે જાય છે તેમ શ્રી અંતાણીએ કહ્યુ હતુ. જૂનાગઢ જિલ્લાનાં નાગરીકોનો આભાર વ્યકત કરતા ઉમેર્યુ કે જૂનાગઢ એ નરસિંહ મહેતાની નગરી છે અહીં કામ કરવુ એ મારા જીવનની ધન્ય પળો હતી. કાર્યક્રમનું સંચાલન પાર્થ રૂપારેલીયાએ સંભાળ્યુ હતુ. આ પ્રસંગે નવનિયુકત મામલતદારશ્રીઓ, તાલીમી કર્મચારીઓ, વહીવટી અધીકારીઓ, મહેસુલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાધેલા. જૂનાગઢ)(૨૨.૨)

(12:17 pm IST)