Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

બેટ દ્વારકા દેવસ્થાનનાં વિકાસ માટે ફાળવેલી ૧પ કરોડની ગ્રાન્ટનો ર વર્ષ સુધી ઉપયોગ ન થતા પાછી માંગી

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કલેકટરને પત્ર પાઠવ્યો

દ્વારકા તા. ૩૦ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં કલેકટરશ્રીને ગુજરાત પવિત્ર યાત્રાધામ  વિકાસ બોર્ડના મુખ્ય ઇજનેરશ્રીએ પત્ર પાઠવીને બેટ દ્વારકા દેવસ્થાનના વિકાસ માટે ફાળવેલી કરોડોની ગ્રાન્ટ પરત આપવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બેટ દ્વારકા દેવસ્થાના વિકાસની વિવિધ કામગીરી માટે તા. ૪-૬-ર૦૧૬ નાં રૂ. ૧પ,૦૦,૦૦,૦૦૦-૦૦ નો  ચેક અત્રેથી આપેલ છે. જેને ર વર્ષથી પણ વધુ સમય વીતી ગયેલ છે. અનુદાનની સામે હાથ ઉપર લીધેલ કામોમાં કોઇ પ્રગતિ થઇ ન હોય તથા ગ્રાંટ વણવપરાયેલ હોય તો તેના કારણો અને વણવપરાયેલ ગ્રાંટ વ્યાજ સહિત અત્રે જમા કરવા માંગણી કરી છે. (પ-૧૮)

 

(12:09 pm IST)