Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે રણછોડ રાયની રથયાત્રા

દ્વારિકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય વાઘાનો શણગાર : રથમાં બિરાજમાન કરાવીને મંદિરની પરિક્રમા કરાવાશે

દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે રણછોડ રાયની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિરમાં અષાઢી બીજ ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારાદાર પૂજારીથી માંડીને ભાવિક ભક્તો, દેવસ્થાન સમિતિના કર્મચારીઓ અને સ્થાનિક દર્શનાર્થીઓથી માંડીને પ્રવાસીઓ -તમામ આ દર્શનનો લ્હાવો લઈ શકશે.

રથયાત્રા નિમિત્તે ભગવાનને મંદિર સંકુલની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આ રથયાત્રાની તૈયારીઓ માટે બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રા નિમિત્તે દ્વારિકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય વાઘાનો શણગાર કરવામાં આવતા હોય છે તેમજ રથમાં બિરાજમાન કરાવીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે.

(12:54 am IST)