Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કેશોદ તાલુકામાં કળાયેલા મોરના મનમોહક દ્રશ્‍યોનો અમુલ્‍ય નજારો

(કિશોરભાઈ દેવાણી દ્વારા), કેશોદઃ કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં  મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકળતી ખીલી ઉઠીછે. જે પ્રકળતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્‍તારોમાં કળાયેલા મોર જોવા મળે છે નવી ખીલેલી પ્રકળતીમાં આનંદ કરતા મોર તથા નાના બચ્‍ચા જોવા મળેછે. આવો દુર્લભ નજારો ભાગ્‍યે જ જોવા મળતો હોયછે ત્‍યારે આવી અમુલ્‍ય પળોને અમારા રીપોર્ટરે કેમેરામાં કંડારી છે રાષ્‍ટ્રીય પક્ષી મોર વિશે કવિઓએ અનેક રચના પંકિત તથા ગીતો લખેલાછે જેમાં જેઠ કોરો જાય તો એનો ખટકો જરાય નહિ પણ અષાઢનો એક એક દિ મને વરવો લાગે વિઠલા, તેમજ બીજી પંકિતમાં લખ્‍યુંછે અષાઢી ગીરીવર જાં મોરલા કંકર પેટ ભરા અમારા વખત આવ્‍યે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા અન્‍યમાં પણ કહયુંછે કે બહું મથે માનવી ત્‍યારે વીઘો માંડ પવાય પણ જે દિ ઠાકર રીજે રાજડા તે દિ નવખંડ લીલો થાય એવી પંકિતો યાદ આવી જાયછે. અષાઢ મહીનાનો પ્રારંભ થયો છે ત્‍યારે મેઘરાજા મહેર કરો તેવી જાણે  મોર કળા કરી મેઘરાજાને રીઝવતા હોય તેવી કલ્‍પના થાય છે. રાષ્‍ટ્રીય પક્ષી મોરની વાત હોય ત્‍યારે સૌનું લોકપ્રિય બની ગયેલું મન મોર બની થનગાટ કરેની પંકિતને જાણે સાર્થક કરતા હોય તેમ નવી ખીલેલી પ્રકળતીથી જાણે લીલીછમ ધરતી જોવા મળેછે તેમાં કળાયેલ મોર અને પ્રકળતીમાં વિહરતા દ્રશ્‍યો જોઈ મન આનંદ વિભોર બની જાય છે.

(1:18 pm IST)