Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મોરબીના બરવાળા ગામે લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન ટીમ દોડી ગઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબી તાલુકાના બરવાળા ગામમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગની ટીમમાં દોડધામ મચી હતી બરવાળા ગામની પાંચ ગાયોમાં વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ દ્વારા ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

બરવાળા ગામની ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયાની માહિતી મળતા મોરબી પશુપાલન વિભાગના ડો. કટારા સહિતની ટીમ બરવાળા ગામે પહોન્હી હતી અને ગામના સરપંચ તેમજ ગ્રામજનોને સાથે રાખીને પશુ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ગામની અંદાજે ૮૦ ગાયોનું નિદાન કર્યું હતું જેમાં ૫ ગાયોમાં વાયરસના લક્ષણો દેખાતા પશુ ડોકટર ટીમે તમામ ગાયોનું રસીકરણ કર્યું હતું. બરવાળા ગામમાં ગાયમાં લમ્પી વાયરસના લક્ષણોએ દેખા દેતા પશુપાલન વિભાગે માલધારીઓને અપીલ કરી છે કે આવા કોઈ લક્ષણો ગાયોમાં દેખાય તો તુરંત મોરબી પશુપાલન વિભાગનો સંપર્ક કરે જેથી રોગચાળો વધુ વકરે તે પૂર્વ તેને કાબુમાં લઇ શકાય.

(1:07 pm IST)