Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જામનગર-કાલાવડ નેશનલ હાઇવે મંજુર થતા નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતીન ગડકરીનો આભાર વ્‍યકત કરતા પૂનમબેન માડમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૩૦ : જામનગર-રાજકોટ-જુનાગઢ ત્રણ જીલ્લાને જોડતો અતિ મહત્‍વનો મુખ્‍યમાર્ગ જામનગરથી કાલાવડ અને કાલાવડથી ધોરાજી રાજયધોરી માર્ગ અસ્‍તીત્‍વમાં છે. આ રસ્‍તો ખૂબ જ મહત્‍વનો અને ટ્રાફીક વાળો રસ્‍તો હોવાથી આ રસ્‍તાને નેશનલ હાઈવે તરીકે મંજુર કરાવવા અવાર-નવાર રજુઆતો મળતી હતી, જેમાં ધોરાજી થી કંડોરણા પાર્ટ-૧ નું કામ અગાઉ મંજુર થયેલ છે.

જયારે જામનગર થી કાલાવડ સુધીના નેશનલ હાઈવે તરીકેના રસ્‍તાનું કામ મંજુર થવાનું બાકી હતુ. આ રસ્‍તા માટે જામનગર જીલ્લાની દિશા મીટીંગમાં સમીક્ષા કરતા આ રોડના કામે ડીપીઆર પ્રોસેસની તથા જમીન સંપાદનની કામગીરી બાકી હોવાની અને ગ્રાંટ ફાળવવાની બાકી હોવાની વિગતો રજુ થતા, સાંસદશ્રી પૂનમબેન માડમએ કેન્‍દ્રીય માર્ગ પરીવહન મંત્રીશ્રી નિતીન ગડકરીજીને ભારપૂર્વક રજુઆત કરતા જામનગર-કાલાવડ રસ્‍તાને નેશનલ હાઈવે તરીકેની મંજુરી મળતા હવે ટુંક સમયમાં રૂા.૨૫૦/- કરોડના ખર્ચે આ રસ્‍તો ફોરલેન બનશે. રસ્‍તો ફોરલેન કરવાના કામ માટે જરૂરી જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરાશે અને રસ્‍તાનું નિર્માણ કાર્ય ટુંક સમયમાં શરૂ કરાશે. સાંસદશ્રી પૂનમબેન માડમની લેખીત તથા મૌખીક રજુઆતોના પ્રયાસોને સફળતા મળી છે.

અતિ મહત્‍વના આ રસ્‍તાને મંજુરી મળતા જામનગર પંથકનાં વિકાસને સુનિヘીત કરવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી , કેન્‍દ્રીય માર્ગ પરીવહન મંત્રીશ્રી નિતીન ગડકરીજી, રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રીશ્રી પૂર્ણશભાઈ મોદીજીનો સંસદસભ્‍યશ્રી પૂનમબેન માડમએ આભાર વ્‍યકત કર્યો છે. 

(1:05 pm IST)