Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય હેમતભાઇ ખવાનું અનોખું અભિયાન

જામનગર : જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય હેમતભાઈ ખવા દ્વારા  અભિયાન ‘‘સક્ષમ ગામ સક્ષમ વિસ્‍તાર''હાથ ધરાયું છે જે અંતર્ગત જામ-જોધપુર તાલુકાના ગીગણી તેમજ સીદસર ગામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગીગણી ગામે ગાયત્રી મંદિરના દર્શન કરી સરકારી શાળાની મુલાકાત લીધી હતી. જ્‍યાં  પ્રાર્થનાગીત દ્વારા કાર્યકમની શરૂઆત કરી મહાનુભાવોના પ્રાસંગીક ઉદ્‌બોધન બાદ વિદ્યાર્થીઓને સ્‍કુલ બેગ તથા નોટબુક આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત સીદસર ગામે સરકારી શાળામાં દીપ પ્રાગટય દ્વારા કાર્યકમની શરૂઆત કરી સ્‍કુલબેગ તથા નોટબુક વિતરણ કરાયેલ કાર્યકમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા રાષ્‍ટ્રગાન ગીત ગાઇને સમાપન કર્યુ હતું. હેમતભાઈ ખવાના અભિયાનમાં ગીગણીના ઇસ્‍માઇલભાઈ સીડા, બોદા ભાઈ, ભીખાભાઈ, ક્રિપાલસિંહ વાળા, પ્રતાપસિંહ વાળા, અરવીંદભાઈ તથા સીદસરના પ્રતાપસિંહ ઉમેદસિંહ વાળા, હરદેવસિંહ રધુવીરસિંહ વાળા, કિશોરભાઈ અમળતીયા સંજયભાઈ મહેતા, માધાભાઈ માણાવદરીયા સહીત મહાનુભાવો જોડાયા હતા. (તસ્‍વીર - અહેવાલ : અશોક ઠક્કર, જામ જોધપુર)

(1:31 pm IST)