Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જસદણ ભાજપ દ્વારા બુથ સશકિતકરણ અભિયાન

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૩૦ : કેન્‍દ્રીય ભાજપ દ્વારા સમગ્ર દેશમાં તમામ લોકસભા બેઠક તેમજ વિધાનસભા બેઠક વિસ્‍તારમાં આવતા નબળા બુથને મજબુત કરવા તેમજ બુથ વિશ્‍લેષણ માટે બુથ સશકિતકરણ અભિયાન કાર્યક્રમ આપવામાં આવ્‍યો હતો.

જેના ભાગરૂપે રાજકોટ શહેર ભાજપ લઘુમતી  મોરચાના યુવા અગ્રણી ઇબ્રાહીમભાઈ સોનીના જણાવ્‍યાં મુજબ છેલ્લાં ત્રણ દિવસથી શહેરના મોચી બજાર, ખોડીયાર નગર, ભવાની ચોક, જંગલેશ્વર જેવાં જુદાં જુદાં વિસ્‍તારોમાં પ્રાથમિક સદસ્‍યતા અભિયાન ચલાવ્‍યું હત.ું જેમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરોએ હજજારો શેહરીજનોને જોડી દેશની સૌથી મોટી પાર્ટીને એક નવી ઊંચાઈ બક્ષી હતી. ઉપરાંત જસદણમાં ધારાસભ્‍ય કુંવરજીભાઈ બાવળિયા અને તેમની ટીમના સભ્‍યોએ સદસ્‍યતા અભિયાનમાં આખો દિવસ ગાળ્‍યો હતો.

(12:00 pm IST)