Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પૂ.મુકતાનંદબાપુની સત્‍સંગ સભાઃ ચિંતન-મનન આધ્‍યાત્‍મિક જ્ઞાનઃ સેવકો અભિભૂત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૩૦: વિસાવદર તાલુકાના બ્રહ્માનંદ  વિદ્યાલયના આદ્યસ્‍થાપક કમ સમાજ ઉત્‍થાનની પ્રવળત્તિઓને વેગવંતી બનાવનાર ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ જીનિંગ એન્‍ડ પ્રેસિંગ ઓઈલ મિલ પર પધારતાં ચાંવ પરિવાર દ્વારા પુષ્‍પવળષ્ટિ તથા આરતી પૂજન બાદ કથાકાર ખોડીદાસભાઇ (ચલાલા) એ પુષ્‍પમાળા તથા શાલ ઓઢાડી પૂ. બાપુના આશીર્વાદ મેળવેલ. ત્‍યારબાદ પૂ.બાપુએ ઉપસ્‍થિત ભાઈઓ-બહેનોને આશીર્વચન પાઠવેલ.આધ્‍યાત્‍મિક અને ધાર્મિક બાબતે પૂ.મુક્‍તાનંદબાપુએ મુક્‍તપણે હૃદય સ્‍પર્શી બાબતો દ્રષ્ટાંત અને સંવાદો સાથે પોતાના ચિંતનો રજૂ કરી ઉપસ્‍થિત ધર્માનુરાગી  સમુદાય સાથે ભારતીય બેઠક દ્વારા વિચારોનું આદાન પ્રદાન કરેલ. વિસાવદરના સી.વી.જોશીએ પૂ. મુક્‍તાનંદ બાપુને  સમાજની સેવાકીય બીજના રોપણ માટેની બાબતો ઉપર પ્રકાશ પાડવા અનુરોધ કરેલ. પ્રત્‍યુતરમાં પૂ. મુકતાનંદ બાપુએ જણાવેલ કે સાત્‍વિક વળત્તિ, પ્રબળ પુરુષાર્થ, ઈશ્વર પારાયણતા, દ્રઢ મનોબળ, વ્‍યસન મુક્‍ત અને સહજતા આ બાબતે ચિંતન તથા મનન સાથે વિચારોને વાગોળી સમાજમાં કઈ રીતે અનુસવું  તે બાબતે વિસ્‍તળત છણાવટ કરી. દરેક વ્‍યક્‍તિમાં હંમેશા કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા સહજતા  હોવી જરૂરી.સત્‍સંગ સભાના સ્‍થળ ઉપર જસદણથી જીનિંગ એન્‍ડ પ્રેસિંગ ઓઇલ મિલના ઓનર વિનુભાઈ ચાંવ તથા અશોકભાઈ ચાંવ (ગોડલાધર સરપંચ) એ ટેલિફોનના માધ્‍યમથી બાપુના આગમનને વધાવી, રાજીપો વ્‍યક્‍ત કરેલ. સત્‍સંગ સભામાં ઉપસ્‍થિત ઘનશ્‍યામભાઈ તથા પ્રદિપભાઈ ચાંવ તથા ચાંવ પરિવાર, નટુભાઈ ચાંવ (જસદણ), ભાનુભાઈ જોશી (ચાપરડા આનંદધારાના પ્રતિનિધિ), રાજેન્‍દ્રભાઈ વિકમા (માંડાવડ સરપંચ), દિનુભાઈ વિકમા (માંડાવડ પૂર્વ સરપંચ), પત્રકાર મિત્રો સી.વી.જોષી, અરવિંદભાઈ દવે ધારી, વિનુભાઈ પુરોહિત, ગિજુભાઈ વિકમા, મુળુભાઇ વિકમા, જી.વી.જોશી, પ્રવિણભાઈ વિકમા તથા મનોજભાઈ વિકમા તથા અમળતભાઈ દવે બહોળી સંખ્‍યામાં સત્‍સંગીઓ ઉપસ્‍થિત રહેલ. સત્‍સંગના માધ્‍યમથી મળેલા સદવિચારો જાણી સૌ કળતઘ્‍ન થયેલ. વિશેષ સરાહનીય બાબત કે સત્‍સંગ બાદ ચાંપરડા વળદ્ધાશ્રમના માતા પિતાઓને સાયંમ સાત્‍વિક ભોજન પિરસી ચાંવ પરિવારે રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

(11:59 am IST)