Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જુનાગઢમાં ઓર્ગેનિક ફૂડનો લાભ લોકો ઘરબેઠા મેળવી શકશે : કલેકટર રચિત રાજે નિરીક્ષણ કર્યુ

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં દેશના પ્રથમ પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેનો ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે પ્રારંભ થયો છે. આ પૂર્વે જિલ્લા કલેકટર રચિત રાજે પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેની મૂલાકાત લીધી હતીᅠઅને કાફેની વ્‍યવસ્‍થાઓ અને પૂર્વᅠ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. આ વેળાએ માધ્‍યમકર્મીઓ સાથે સંવાદ કરતા કલેકટરે જણાવ્‍યુ કે,ᅠસમગ્ર દેશની સાથે ગુજરાતમાં પ્રથમવાર એક આગવા અભિગમ સાથે પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફે જૂનાગઢમાં શરૂ થવા જઇ રહ્યુ છે. ખાસ કરીને ૧લી જૂલાઇથીᅠ સિંગલયુઝ પ્‍લાસ્‍ટીક પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. ત્‍યારે જૂનાગઢના ᅠલોકો ᅠએક પહેલ કરી પ્‍લાસ્‍ટીકના નહિવત્‌ વપરાશ તરફ વળે અને સમાજમાં વ્‍યાપક જાગૃતિ ઉભી થાય તેવા આશય સાથે આ કાફે શરૂ કરવામાં આવ્‍યુ છે. સાથે જ આ કાફેમાં પ્‍લાસ્‍ટીક જમાં કરાવનાર લોકોને પ્રોત્‍સાહન સ્‍વરૂપે સરબત અને નાસ્‍તો પણ કરાવવામાં આવશે. રાજય સરકાર મહિલા સશક્‍તિકરણ પર ભાર આપી રહી છે તેને લક્ષમાં રાખીને આ કાફેનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્‍યું છે. આ કાફેનું સંચાલન સર્વોદય સખીમંડળના બહેનો દ્વારા કરવામાં આવશે. ઉપરાંત લોકો પ્રાકૃતિક આહાર લેવા તરફ વળે અને પ્રાકૃતિક ભોજનથી થતા ફાયદાઓથી અવગત થાય તેવાᅠ શુભાસય સાથે આ કાફે શરૂ કરવામાં આવ્‍યુ છે. કલેકટરે ઉમેર્યું કે,ᅠઆ ઓર્ગેનિક ફૂડનો લાભ લોકો ઘરબેઠા ઝોમેટો અને સ્‍વીગીના માધ્‍યમથી પણ મેળવી શકશે. કલેકટરે એક સંશોધન ટાંકતા જણાવ્‍યું કે,ᅠ૨૦૫૦ સુધીમાં સમુદ્રમાં માછલીઓથી વધુ પ્‍લાસ્‍ટીક જોવા મળશે. જેથી પ્‍લાસ્‍ટિક વપરાશ નહિવત પ્રમાણમાં કરવા ભારપૂર્વક જણાવ્‍યું હતું. કલેક્‍ટરની આ મુલાકાત વેળાએ નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા,ᅠઆસીસ્‍ટંટ કલેકટર હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા,ᅠમહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીᅠસહિતના અધિકારી ઉપસ્‍થીત રહ્યા હતા. (તસ્‍વીર : મુકેશ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:12 am IST)