Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અરબી સમુદ્રમાં હળવા દબાણને પગલે સોમનાથના દરીયામાં ઉંચા ઉછળતા મોજા

 પ્રભાસ પાટણ : અરબી સમુદ્રમા હળવા દબાણને પગલે સોમનાથના દરિયામાં ઉચા મોજા ઉછળેલા અને દરિયો તોફાની જોવા મળેલ બે દિવસ પહેલા સમુદ્રમાં હળવુ દબાણ અને દરીયામા કરંટ સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પવન ફુંકાવાની શક્‍યતાને પગલે વેરાવળ સહિત અનેક બંદરોમા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્‍યા હતા પરંતુ આજે પોર્ટ વિભાગમાંથી માહિતી મળતાં જાણવા મળેલ કે ત્રણ નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવેલ છે છતા પણ સોમનાથના દરિયામાં ઉચા મોજા ઉછળી રહેલ જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

 

(10:36 am IST)