Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

જસદણ ગોરવર્ધનનાથજી હવેલીમાં કાલે રથયાત્રાના ભવ્‍ય દર્શન યોજાશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૩૦: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્‍ણ લાલજીની હવેલીમાં આવતીકાલ તા. ૧/૦૭/૨૦૨૨ને શુક્રવારે બપોરે ૧૨ કલાકે અષાઢી બીજ રથયાત્રાનાં ભવ્‍ય દર્શન યોજાશે. મુખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને ચાંદીના કલાત્‍મક રથમાં પધરાવવામાં આવશે. રથયાત્રાના દિવસે સવારે ૮ થી ૯ અને બપોરે ૧૦-૩૦ કલાકે પણ ખાસ દર્શન યોજાશે. વિવિધ દર્શન નો લાભ લેવા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે અનુરોધ કર્યો છે. હવેલીમાં રથયાત્રા ઉત્‍સવના આયોજન માટે ટ્રસ્‍ટીઓ ભરતભાઈ જનાણી, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ટ્રસ્‍ટીઓ ભરતભાઇ ધારૈયા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:03 am IST)