Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ટંકારા તાલુકાના હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીને બિન અધિકૃત દબાણ ખુલ્લુ કરવા આદેશ

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા,તા. ૩૦ :  ટંકારા તાલુકાના મીતાણા ગામ ના રહીશ આયશા બેન ઓસ્‍માણભાઈ એ તારીખ ૨૧ /૨ /૨૦૨૨ ના રોજ ટંકારા મામલતદાર કચેરીમાં હરબટીયાળી જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કર્યાની અરજી આપેલ હતી.

મામલતદાર કોર્ટ દ્વારા તપાસ હાથ ધરતા હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીની જમીનની સનદ ૧૯૭૫ માં આપેલ. જેમાં જૂનું બાંધકામ આવેલ તે જર્જરિત થતાંᅠ ૨૦૧૪- ૨૦૧૫ માં નવું બાંધકામ કરાયેલ. હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી દ્વારા વર્ષ ૨૦૧૪- ૨૦૧૫માં હરબટીયાળી ગામના સર્વે નંબર ૩૫૮ પૈકી સરકારી ખરાબા ની આશરે ૫૯૦ ચોરસ ફૂટ સરકારી પડતર કોઈ જગ્‍યા ઉપર સંડાશ બાથરૂમ તથા ફરતે વંડો વાળી વાણિજય વિષયક ગેરકાયદેસર દબાણ કરાયા નું જણાયેલ. ટંકારા મામલતદાર એનપી શુકલ દ્વારા હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીએ કરેલ અન અધિકૃત દબાણ ખુલ્લુ કરવા તેમજ દંડ કરી દબાણ કર્યાના વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૧-૨૦૨૨ સુધીનો ધોરણ સર નો આકાર તથા લોકલ ફંડ શિક્ષણ ઉપકર વસૂલ કરવા હુકમ કરેલ છે.

(10:18 am IST)