Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબી તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ માટે લોકોની લાઈનો, સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડયા

મોરબી : એક તરફ સરકારી કામકાજમાં આધારકાર્ડ લગભગ ફરજીયાત બનાવી દેવાયું છે દરેક સ્થળે આધારકાર્ડ માંગવામાં આવે છે તો બીજી તરફ આધારકાર્ડ કઢાવવા માટે પુરતી સુવિધા ના હોય જેથી ભીડ જોવા મળે છે મોરબીના તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ માટે લાંબી લાઈનો લાગી હતી જેમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા
  કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે જોકે સરકારી કચેરીમાં જ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે મોરબીના તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડ માટે એક જ સેન્ટર હોવાથી લોકોની લાંબી કતારો લાગી હતી અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડ્યા હતા જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ સમાન બની રહે છે જેથી આધાર કાર્ડ માટે બીજું સેન્ટર કાર્યરત કરવા સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે તંત્રને રજૂઆત કરી છે

(9:50 pm IST)