Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં જડેશ્વર મંદિરના બંને પુજારીની પોલીસે ધરપકડ કરી :

આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધા બાદ કરાઈ ધરપકડ

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના હાલ પૂજા કરતા બે પુજારીઓ સામે મંદિરના ટ્રસ્ટીઓએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હોય જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દઈને બંને આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા તો આગોતરા જામીન નામંજૂર થયા બાદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોશીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે  મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો હોય અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો
 જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં મોરબીના સરકારી વકીલ સંજયભાઈ દવેની સરકાર તરફેની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈને આગોતરા જામીન નામંજૂર કર્યા હતા જેને પગલે એ ડીવીઝન પોલીસે બંને આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામી રહે બંને રેલ્વે સ્ટેશન રોડ જડેશ્વર મંદિર વાળાની ધરપકડ કરી વધુ તપાસ ચલાવી છે

(9:47 pm IST)