Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબીના સુપર માર્કેટ નજીક ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા :

સમસ્યા અંગે ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યએ પાલિકા તંત્રને તુરંત એક્શન લેવા સૂચનાઓ આપી

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભૂગર્ભ લાઈન ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ પરેશાન હોય જે મામલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પાલિકા તંત્રને પત્ર લખી ટોચ અગ્રતા આપી સમસ્યાના ઉકેલ માટે જણાવ્યું છે
   ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકા પ્રમુખ કુસુમબેન કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને પત્ર લખી જણાવ્યું છે કે નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ નજીકના પે એન્ડ યુઝ શૌચાલય પાસે ભૂગર્ભ લાઈન ઉભરાવવાથી વિસ્તારના ધંધાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સુપર માર્કેટ શોપિંગના વેપારીઓની રજૂઆત ધ્યાને આવી હોય જેથી આ બાબતને ટોચ અગ્રતા આપીને તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવી તુરંત જાણ કરવા સુચના આપી છે

(9:46 pm IST)