Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબીના સરકારી શિક્ષકોની આવકારદાયક પહેલ :પોતાના સંતાનોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો

શ્રી માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં ૭૪ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી પ્રવેશ મેળવ્યો.

મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આર.ટી.ઈ. અંતર્ગત ખાનગી શાળામાં મફત પ્રવેશ માટેની ઝુંબેશ અને ઓનલાઈન કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબીમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ખુબજ સુસજ્જ બની છે ઉચ્ચ લાયકાત અને તાલીમ બદ્ધ વિષય નિષ્ણાંત, ટેટ અને ટાટ પરીક્ષા પાસ થયેલા શિક્ષકો સ્માર્ટ કલાસ, વર્ચ્યુઅલ કલાસ, ઓનલાઈન હાજરી, એકમ કસોટી દ્વારા સતત સર્વગ્રાહી મૂલ્યાંકનને પગલે સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સારું થયું છે અને હવે વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળી રહ્યા છે અને કુલ ૭૪ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે
ત્યારે મોરબીના સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ પણ પોતાના સંતાનોને સરકારી શાળામાં પ્રવેશ અપાવીને નવી રાહ ચીંધી છે જેમાં દિલીપભાઈ પરમાર શિક્ષક જેઓ જુના લીલાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમને પોતાની પુત્રી હેન્સીને ધો.પાંચમા અને એમના ભાઈની પુત્રી હારા નીતિનભાઈને ધો. 7 સાતમા, યોગેશભાઈ ડાભી કે જેઓ જવાહર ભડિયાદ પ્રા.શાળામાં ફરજ બજાવે છે એમને પોતાની પુત્રી વિશ્વાને ધો.5 પાંચમા તેમજ નાની પુત્રી ધ્વનિને ધો. પહેલામાં માધાપરવળી કન્યા શાળામાં કુમ કુમ તિલક કરી ચારેય બાળાઓના હસ્તે વૃક્ષારોપણ કરાવી પ્રવેશ અપાવેલ છે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં જ પ્રવેશ અપાવી પ્રેરણાદાયી પહેલ કરેલ છે

(9:45 pm IST)