Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સોરઠમાં મેઘા ડંબરઃ વિસાવદરમાં ઝાપટા-જુનાગઢમાં વરસાદી છાંટા

મેઘરાજાની સંતા કુકડીથી ખેડુતો ચિંતાતુર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ : સોરઠમાં સવારથી મેઘાડંબર વચ્ચે વિસાવદરમાં વરસાદના ઝાપટા અને જુનાગમાં છાંટા વરસ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં મેધરાજા સંતાકુકડી રમી રહ્યા હોવાથી ખેડુતો ચિંતાતુર બન્યા છે. ગઇકાલે જુનાગઢના મધુરમ વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ થયા બાદ આખી રાત વરસાદી વાતાવરણ જામ્યુ હતું. પરંતુ મેઘાની પધરામણી થઇ ન હતી.

આજે સવારથી જુનાગઢમાં જોરદાર વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા વરસતા માર્ગો ભીના થયા હતા. પરંતુ વિસાવદરમાં સવારના ૮ થી ૧૦ ના બે કલાકમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો.

પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોના નોંધપણ વરસાદના વાવડ નથી.

(1:33 pm IST)