Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જુનાગઢ આંગણવાડીઓમાં ગણવેશ વિતરણ

ગુજરાત રાજય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  જુનાગઢ શહેરની તમામ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ (યુનિફોર્મ) વિતરણ કરવાનો કાર્યક્રમ મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, કમિશ્નર રાજેશ એમ. તન્ના, ડે.મેયર, હિમાંશુભાઇ પંડયા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષ નેતા નટુભાઇ પટોળીયા, દંડક ધરમણભાઇ ડાંગર, નાયબ કમિશ્નર જે. એન.લિખિયા, આસી. કમિશ્નર (વ) જયેશભાઇ વાજા ઉપસ્થિત રહયા હતા. મહાનુભાવોનું સ્વાગત બાળકો દ્વારા સર્જનાત્મક કાર્યનીફોટોફ્રેમ આપી કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગણવેશ (યુનિફોર્મ)નું વિતરણ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાની કુલ ૧૭૯ આંગણવાડીના ૪પર૧ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવશે. આંગણવાડી કાર્યકર બહેનોની કામગીરી સરાહીનીય રહી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન ખરા અર્થમાં માતા યશોદા બની બાળકોના શારીરીક, માનસીક, બૌધિ અમે સર્વાગી વિકાસ માટે સતત પ્રવૃતિશીલ રહી આપણા દેશનું ભવિષ્ય ઉજજવળ બનાવવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપી રહયા છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટર આદ્યાશકિતબેન મજુદાર, આરતીબેન જોષી, ઇલાબેન બાલસ, ભાવનાબેન હીરપરા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસા, વાલભાઇ આમછેડા, નાગજી કટારા, અશોકભાઇ ચાવડા, જયેશભાઇ ધોરાજયા વગેરે ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા કરવામાં આવેલ છે.

(1:16 pm IST)