Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જામનગરમાં વોર્ડનં.રમાં જરૂરિયાતમંદને રાશનકિટ

જામનગર : જામનગરના વોર્ડ નંબર ૨ મા રાશનકીટનું વિતરણ જાયન્ટસ ગ્રુપ વેસ્ટ ના પ્રમુખ અજયસિંહ માણેક તેમજ ફેડરેશન ઓફિસર તથા આ કાર્યક્રમ ના પ્રોજેકટ ચેરમેન મુકેશભાઇ પાઠક સાથે કર્મા ફાઉન્ડેશન (અમદાવાદ) ના સહયોગ થી વોર્ડ નં.- ૨ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા  રાશનકિટ વિતરણ નુ આયોજન જરૂરિયાત મંદ લોકો માટે કરવામાં આવ્યું હતું. રાશનકિટ વિતરણ સમયે જાયન્ટસ ગ્રુપ ના પ્રમુખ અજયસિંહ માણેક, પૂર્વ પ્રમુખ અંકિત રાવલ, આસિફ શમાં અને કોમુદીનીબેન ડિસોઝા આ કાર્યક્રમ ના ચેરમેન મુકેશભાઇ પાઠક.તથા ગ્રુપ ના મેમ્બરો. શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, શહેર મંત્રી દિલીપસિંહ કંચવા, ભાવિષાબેન ધોળકિયા, વોર્ડ ના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, મહામંત્રીઓ સી.એમ.જાડેજા. હિતેશભાઇ વસાણી, અગ્રણી મિલનભાઈ મોદી અને નારીશકિત ગ્રુપ ના પ્રમુખ પ્રજ્ઞાબા સોઢા, વષાઁબેન રાઠોડ, ઉષાબા ચાવડા તથા ગ્રુપ ના બહેનો ઉપસ્થિત રહેલ હતા.

(1:08 pm IST)