Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ૪ાા લાખનો દારૂ ઝડપાયો

સફેદ પાવડર ભરેલ થેલીઓ નીચે ૩૨૯૭ બોટલો-પાઉચ છૂપાવી દીધેલ : રાજસ્થાનથી રાજકોટ તરફ આવતો'તોઃ ટ્રક ચાલક-કલીનર રાજસ્થાનીઓની ધરપકડઃ માલ મંગાવનારની શોધખોળ

મોરબી-ટંકારા, તા. ૩૦ :. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટના સંદિપસિંગ, પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા વી.બી. જાડેજા ઈન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સૂચના કરતા એન.બી. ડાભી, પો. સબ ઈન્સ. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સદરહુ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.

દરમ્યાન અમદાવાદ તરફથી ટાટા ટ્રક રજી. નં. આરજે ૧૯ જીબી ૨૦૪૫ વાળી રાજકોટ તરફ જનાર છે. જે ટ્રકમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી મળેલ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે વાંકાનેર બાઉન્ટ્રી ખાતે વોચમાં હતા. દરમ્યાન ટ્રક નં. આરજે ૧૯જીબી ૨૦૪૫વાળી પસાર થતા જેને રોકી ટ્રક ચેક કરતા ટ્રકમાં સફેદ પાવડર ભરેલ થેલીઓની આડમાં જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો તથા પાઉચનો જથ્થો મળી આવેલ જે કબ્જે કરવામાં આવેલ છે અને ટ્રક ચાલક, કલીનરને પકડી પાડી વાંકાનેર તાલુકા પો. સ્ટે. ખાતે ટ્રક ચાલક, કલીનર તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર વિરૂદ્ધ પ્રોહી ધારા તળે ગુનો રજી. કરાવેલ છે.

પકડાયેલ મુદામાલમાં (૧) બ્લેન્ડર પ્રાઈડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ ૬૦ કિં. રૂ. ૫૧૦૦૦, (૨) ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ ૬૦ કિં. રૂ. ૩૬૦૦૦, (૩) મેગ્ડોવેલ ૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ ૧૧૩ કિં. રૂ. ૪૨૩૭૫, (૪) બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ ૨૩૨ કિં. રૂ. ૪૬૪૦૦ (૫) રોયલ કલાસીક વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ની બોટલો નંગ ૨૮૩૨ કિં. રૂ. ૨૮૩૨૦૦, (૬) ટાટા એલપીટી ૨૫૧૮ ટ્રક રજી. નં. આરજે ૧૯ જીબી ૨૦૪૫ કિં. રૂ. ૧૦,૦૦,૦૦૦ (૭) મોબાઈલ ફોન નંગ ૨ કિં. રૂ. ૧૦,૦૦૦ (૮) પાવડરની બોરીઓ નંગ ૬૫૦ મળી કુલ કિં. રૂ. ૧૪,૬૮,૯૭૫નો માલ ઝડપાયો છે.

આ બારામાં રૂગારામ સતારામ લેગા-જાટ રહે. ખારાપાર તા. ગીડા જી. બાડમેર થાણુ ગીડા રાજસ્થાન, (૨) ઈન્દર ઓમારામ સરગમ રહે. રોહીછાખુર્દ થાણુ પોસ્ટ તા. લોની જામધુર (રાજસ્થાન)ને ઝડપી લીધા છે અને માલ મોકલનાર ઈન્દર જાટ રહે જોધપુર રાજસ્થાનને ફરાર જાહેર કરી (૨) માલ મંગાવનાર વ્યકિતની શોધ આદરી છે.  આ કામગીરીમાં પો. હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો. કોન્સ. વિક્રમભાઈ કુગશીયા, ભરતભાઈ મીયાત્રા, હરેશભાઈ સરવૈયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)