Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાંબી લાઇનો : વેકિસન ન આવતા લોકો નિરાશ

ખીરસરા : લોધીકા તાલુકાના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખીરસરા તાલુકા શાળા ઉપર રસિ કેન્દ્ર અવેલ છે જયાં આજે વહેલી સવારથી જ આજુબાજુના વિસ્તારના ગામ લોકો તેમજ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા લોકોને બુધવાર ની રજા હોય જે આજે રસિ લેવા માટે ખીરસરા ગામે આવેલ રસિ કેન્દ્ર ઉપર લાંબી લાઈનો લગાવી ઉભા રહી ગયેલ સરકાર અને પ્રસાશનના પ્રયાસથી લોકોમાં વેકિસન લેવા માટે ખુબજ જાગૃતા આવેલ છે. લોકો બહોળી સંખ્યામાં વેકિસન લેવા આવી રહેલ છે. પરંતુ આ કેન્દ્ર ઉપર આજે વેકિસન કામગીરી બંધ છે. તેવુ આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા જણાવવામાં આવતા લોકોમાં નિરાશા જોવા મળેલ અને વેકિસન લિધા વગર પાછા ફરેલ હતા.

(11:42 am IST)