Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉધાડ પ્રયત્નથી નર્મદાના નીર વડિયાની સુરવો નદીમાં વહેતા થયા

સૌની યોજનાથી સુરવો ડેમમાં નર્મદાના નીર આવ્યા : સરપંચ, આગેવાનો અને ગામ લોકોની રજુઆતથી પૂર્વમંત્રી દ્વારા સરકારમાં રજુઆત કરી હતી

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૩૦: વર્તમાન ગુજરાત સરકારની સરકાર દ્વારા સૌરાષ્ટ્રમા નર્મદાના નીર પહોંચાડવા માટે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોને સમાવવામા આવ્યા છે ત્યારે તેમાં સૌની યોજનાની મુખ્ય લાઈન માંથી રામપુર -તોરી પાસે આવેલા વાલ્વમાંથી પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડની રજુવાતથી નર્મદાનુ પાણી સુરવો નદીમાં છોડાતા વડિયાના સુરવો ડેમમા પાણી ની આવક થઇ હતી જેનો લાભ રામપુર, તોરી, અરજનસુખ,ખાન ખીજડીયા, મોરવાડા સહીતના ગામોના ખેડૂતોને થયો હતો. વડિયા ગામના સરપંચ છગનભાઇ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક અને ગામના આગેવાનો દ્વારા વડિયાની મધ્યમાંથી પસાર થતી સુરવો નદીમા ચેકડેમોમા માછલીઓ અને કાચબાઓ પાણી વગર મુરઝાતા હોય, ગામના પાણીના તળ નીચા ગયા હોય ગામને પાણીની સમસ્યાના સર્જાય તે માટે પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડને વડિયાના સુરવો ડેમમા આવેલું પાણી નદીમાં છોડવા માટે રજુઆત કરવામાં આવી હતી. જે પૂર્વ મંત્રી દ્વારા રાજયના મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગ ને રજુઆત કરાતા વડિયાના સુરવો ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા સુરવો નદીમાં નર્મદાના નીર વહેતા થયા હતા. વડિયામા આવેલા સુરવો નદી પરના ચેકડેમ ભરાતા પાણીના તળ સુધરશે તેવી આશા અને વડિયાની નદીમાં નર્મદાના નીર આવતા ડેમ ખાતે અમરેલી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વડિયા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ રાંક, સરપંચ છગન ઢોલરીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, ચેતન દાફડા સહીતના આગેવાનોએ તેમના વધામણાં કરી પૂર્વ મંત્રીના પ્રયત્નથી નર્મદાના નીર આવતા લોકોની સમસ્યાનો અંત આવશે ત્યારે આગેવાનો અને ગામજનોએ પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડનો આભાર માન્યો હતો.

(11:38 am IST)