Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

તાલાલા ગીર અને કચ્છના રાપરમાં ભૂકંપના હળવા આંચકા

રાજકોટ,તા. ૩૦: આજે તાલાલાગીર અને કચ્છમાં ભૂકંપના હળવા બે આંચકા નોંધાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે બુધવારે વહેલી સવારે ૩:૦૭ વાગ્યે તાલાલાગીરથી ૧૨ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ ૧.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે આજે સવારે ૯:૧૨ વાગ્યે કચ્છના રાપરથી ૩૧ કિ.મી. દુર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેની તિવ્રતા ૨.૨ હતી.

(11:35 am IST)