Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ટંકારામાં અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતો ફરતો શખ્શ આખરે ઝડપાયો

આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને પોલીસે શોધી કાઢી

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  મોરબી જીલ્લામાં તા. ૨૭ જુનથી ૦૬ જુલાઈ સુધી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેને પગલે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીગમા હોય દરમિયાન ટંકારા અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપી સંતોષ ઉર્ફે પાંગલો કેશુભાઈ ભુરીયા (ઉ.વ.૩૦) (રહે મૂળ એમપી રહે હાલ મોરબી દલવાડી સર્કલ પાસે કેનાલના કાંઠે મોરબી) ને ઝડપી લીધો છે અને ભોગ બનનારને શોધી કાઢી મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખેલ છે

(9:56 pm IST)