Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મોરબી જિલ્લામાં આંગણવાડીના ૧૮,૦૦૦થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરાશે

મુખ્યમંત્રી હસ્તે ડિજિટલ માધ્યમથી આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લાકક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે તા.૨૯-૦૬-૨૦૨૧ના રોજ સવારે ૧૦ કલાકે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ મારફતે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં આંગણવાડી કુલ ૧૮,૦૦૦થી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવશે.

આજના કાર્યક્રમ અંતર્ગત મોરબી આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીશ્રીઓના હસ્તે ગણવેશ તથા હાઇજીન કીટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, ગરીબ મધ્યમ વર્ગીય પરિવારોના  ભૂલકાઓ માટે સંવેદના સ્પર્શી  નવતર અભિગમ છે. રાજ્ય ભરની  આંગણવાડીઓના ૧૪ લાખ બાળકોને વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણની આગવી પહેલ કરતું એક માત્ર રાજય ગુજરાત છે. રાજ્યની ૫૩,૦૨૯ આંગણવાડીઓના  નાના ભૂલકાઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે.

(9:51 pm IST)